0

{109*} Best Gujarati Whatsapp Status |Shayari |Suvichar ગુજરાતી સ્ટેટસ

Best Gujarati Whatsapp Status in Gujarati Fonts: Here we have selected top Best
Whatsapp Status in Gujarati
for Gujarati lovers We have categorized Gujarati Whatsapp
status
in love funny sad friendship romantic and attitude We have selected
some of the best shayaris and suvichar for your Whatsapp status in Gujarati fonts
This post contain unique Whatsapp
status in Gujarati
 Our effort is to provide our readers latest and unique Whatsapp
status in Gujarati This Gujarati Whatsapp statuses are selected and compiled
from thousands of Gujarati suvichar and shayaris so enjoy our best ever collection
of Whatsapp status in Gujarati
Putting your Whatsapp status in Gujarati
you can impress your friends girlfriend boyfriend wife and your loved ones You can also use this Gujarati Whatsapp status to express your feelings in Gujarati
and show your friends the beauty of Gujarati language
Everyone is trying to put their status in a unique way that’s why hare i have provided this post only in Gujarati fonts for my Gujarati friends I hope you will love this Whatsapp
status in Gujarati
.

1) Love Whatsapp status
in Gujarati

This is the collection of the best
love Whatsapp status that you can use for your Whatsapp status.
Best Whatsapp Status in Gujarati
“Best love Whatsapp Status in Gujarati”

ઘણું બધું કેહવું હતું તમને પણ,
ક્યારેક તમે ન મળ્યા ને ક્યારેક શબ્દો. 

પ્રેમ ની વેદના કોઈ લખી શું જાણે,
પ્રેમ ની ભાષા કોઈ બોલી શું જાણે,
પ્રેમ તો એવી અઘરી કળા છે દોસ્ત,
સ્વીકારતા અચકાય તે કરી શું જાણે.

ના શોધ કારણ કોઈ પણ આપણી મિત્રતા ના,
મળી જશે એકાદ, તો મુંજવણ વધી જશે.

એક બાજી ના બે રમનારા,
કોઈ જીતે તો કોઈ હારે,
પણ પ્રેમ ની બાજી તો સૌથી ન્યારી,
કાં તો બંને જીતે કાં તો બંને હારે.

એને કોફી સ્હેજ ફૂંક મારીને આપવાની આદત હતી,
હુંફાળી કોફીમાં પછી ગળપણ ની ક્યાં જરૂરત હતી.

દિલ ની દરેક વાત હોઠ પર લાવી જરુરી નથી હોતી.
કોઇક વાર કોઇ ની યાદ મા મૌન રેહવુ એ પણ પ્રેમ જ કેહવાય.

તારાથી થોડી દુર જવાની જરૂર છે,
ખબર તો પડે તારા પ્રેમ નું કવેરેજ ક્યાં સુધી છે ?

એટલું તો ગણિત મનેય આવડે છે.તારી ને મારી બાદબાકી ભલે શૂન્ય થતી. પણ,
સરવાળો તો એક જ થાય છે.

પ્રેમ ની કોઈ ભાષા ના હોય…!

(Click here for more: love Whatsapp status)

   2) Sad Whatsapp status in Gujarati 

Best Whatsapp Status in Gujarati
“Best Sad Whatsapp Status in Gujarati”

રીઢા થઈ જાય છે જખ્મો, જે એકજ જગ્યાએ વાગે છે.તો પણ હજારો વાર તૂટેલું આ હૃદય, લાગણીઓ જ માંગે છે.

ભુલી જવાય નહીં એને સુખોના ખ્યાલમાં,
એટલે આંસુઓ સાચવી રાખ્યા છે રૂમાલમાં !

ઝાપટું આવ્યું અચાનક યાદનું,
ઠેઠ હું અંદર સુધી પલળી ગયો.

દેખાય છે? મારી આંખોમાં તેજ છે,
બસ તારી જ યાદો નો ભેજ છે.

એકાંત એટલે હું મારી સાથે છું,
અને એકલતા એટલે મારું કોઈ નથી.

બળબળતી આ ગરમી માં સુકાતી તારી યાદો ને.
એક વાર આવી પ્રેમ ના વરસાદ થી ભીંજવી દે.

અજાણ્યુ ક્યા કોઇ રહ્યુ છે અહીયા,
કોઇ નિઃસ્વાર્થ તો કોઇ સ્વાર્થ માટે ઓળખાણ કાઢી જ લે છે.

કંઈક તો છેલ્લે અધુરૂં રહી જાય છે,
જીંદગી સિવાય અહીં કયાં બધું પુરું થાય છે.

સાંભળ્યું છે દુઆ કરવાથી બધું મળી જાય છેએક દિવસ તને માંગી ને જોઇશ.

કળતર તો ક્યારે નથી થઇ કોઈના ઘા ની,
બસ એમની ખુશી માટે થોડું રડી લઉં છું ક્યારેક.

એણે, એક નાની ભૂલ કરી,
એ યાદ રાખી, તેં મોટી ભૂલ કરી.

નિકળીને પુષ્પથી મારે અત્તર થવુ નથી,
માણસ થવાય તોય ઘણુ, ઇશ્વર થવુ નથી.

તમે પણ દુશ્મનો ચાલો આ મારા સ્નેહીઓ સાથે,
વધી વધીને એ કબર થી આગળ ક્યાં લઇ જશે મને.

ફક્ત એથી જ કોઈની મદદ માગી નથી શકતો,
શરમથી હાથ લંબાવું અને એ બેશરમ નીકળે.

ખૂબ દૂર સુધી જવું પડે છે,
ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે.

મંજીલૅ પહૉચતાં ઍટલું સમજાય ઞયું,
જૅ બચાવવાનું હતુ ઍ જ ખરચાઇ ઞયું.

લાગણીઓ નો જમાનો નથી, લોકો કેવા રમી જાય છે.જેને પોતાના માન્યા જિંદગીભર, એને બીજા ગમી જાય છે

આ દુનિયા માં સંપૂર્ણ સુખી તો કોઈ નથી,
એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.

સ્મશાનની રાખ લઇને હથેળીમાં
ઊપર નીચે તપાસી જોઇ બહુ,
ન મળ્યો એ જવાબ,
ક્યા છે એ રુઆબ જે જીવનભર કર્યા કર્યો.
(Click here for more: Sad Whatsapp status)

   3) Funny Whatsapp status in Gujarati 

Best Whatsapp Status in Gujarati
“Best Funny Whatsapp Status in Gujarati”

લગ્ન એ વીજળી ના બે તાર અડાડવાનો ખેલ છે, સાચા તાર મળ્યા તો અજવાળું જ અજવાળું નહિતર ભડાકા જ ભડાકા. 

મન થાય ને ત્યારે મરજી મુજબ જીવી લેવું,
કેમ કે “સમય”.. ફરી એજ “સમય” નથી અપાતો.

આમ સવાલો નુ ફાયરિંગ ના કર વાલી હુ માણસ છુ Google નઈ કે Enter મારો ને જવાબ મળી જાય.

રમતા પહેલા ગ્રાઉન્ડ ને પરણતા પહેલા
બેકગ્રાઉન્ડ ચેક કરવું બહુ જરૂરી છે.

ગઈકાલે ગાંઠિયાવાળાએ એક્સ્ટ્રા ચટણી આપવાની ના પાડી દીધી, આમ તો આ દેશમાં કઈ રીતે જીવાય.

“મજાક”
હસતા હસતા કેહવાયેલી સાચી વાત.

હવે તો પાસેથી અનુભવેલા બિહામણા ડુંગરો,
દુર થી પણ રણીયામણા નથી લાગતા.

હીંબકા ભરી-ભરીને રોયા મારા ભાઇબંધ,
મેં તો ખાલી એટલું જ પુછયુ’તુ કે ‘ભાભી સાચવે તો છે ને ?

કેટલાક લોકો પાણી ને  ગાળી  ને  પીવે છે  પણ લોહી તો સીધું જ પીતા હોય છે.

સારો ચેહરો ન હોવું કોઈ પાપ નથી
પણ વાંદરા જેવું મોઢું લઇ ને Facebook પર 100 લોકો ને TAG કરવા એ આતંકવાદ જ છે.

ઓલવતા પહેલા જાણવુ કે આગ છે કે તાપણુ ?
અને ખાસ જોવુ બીજાનુ છે કે આપણુ ?

કદાચ પ્રેમ પણ કોરા ચેક જેવો નિકળે,
તમે જેને ચાહો એ તમારા ન નિકળે.

રમત રમાડતાં માણસ ગમી જાય ને,
ગમતાં માણસ જ, રમાડી જાય.

એમ્બ્યુલન્સ હોય કે વરઘોડો….રસ્તો તરત આપી દેવો,
બંનેમાં માણસ જીંદગીનો જંગ લડવા જઈ રહ્યો હોય છે.

તેની એક નજર, અરમાનોને ખાખ કરી ગઇ,
તે આવી અમેરિકાની જેમ, મને ઇરાક કરી ગઇ.

કેટલાક લોકો કંજૂસીની હદ એટલે સુધી તો પાર કરી ગયા છે કે

હવે તો ખિસ્સામાં હાથ નાંખીને હું આપીશની એક્ટિંગ કરવાનું પણ ભૂલી ગયા છે.

એતો શહેર માં થાય તો લવ કેવાય…ને ગોમ માં થાય તો લફરું કેવાય…!

તું બધું કર પણ કોઈને નડ નહિં,
જે વાત ન સમજાય એમા પડ નહિં.

જયારે પૈસો બોલે છે ને સાહેબ,
ત્યારે એનું વ્યાકરણ કોઈપણ ચેક નથી કરતું.

(Click here for more: Funny Whatsapp status) 

4) Friendship Whatsapp status in Gujarati

Best Whatsapp Status in Gujarati
“Best Friendship Whatsapp Status in Gujarati”

કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા,
હું શબ્દ ને તું અર્થ,
તારા વગર હું વ્યર્થ.

‘તમે’ ‘તમારા’ થી ખોવાઈ જાઓ ત્યારે
‘તમને’ શોધવામાં ‘તમારી’ મદદ કરે એ મિત્ર.

જો તાજમહેલ પ્રેમ નુ પ્રતિક છે,
તો અડધી ચા દોસ્તી નુ પ્રતિક છે.

મિત્રતામાં વ્યવસાય શોધવો તેના કરતા
વ્યવસાયમાં મિત્રતા શોધવી સારી.

ખભા ઊપર હાથ મુકેને હૈયુ હળવુ થાય એનુનામ ” ભાઈબંધ…

ઓરડામાં એકાદ ચિત્ર હોય તો પુરતું છે,જીવન માં એકાદ મિત્ર હોય તો પુરતું છે.મીલાવેલો હાથ ભલે હોય મેલો ઘેલો,પણ હૃદય થી પવિત્ર હોય એ પુરતું છે.

તારી બધી ફરિયાદોનો હિસાબ તૈયાર રાખ્યો હતો મેં દોસ્ત તે ગળે મળીને બધું ગણિત બગડી નાખ્યું.

સારા દોસ્ત ગમે તેટલી વખત રિસાય તેને મનાવી લેવા જોઇએ કારણ કે,
તે આપણા તમામ રહસ્યો જાણતાં હોય છે.

 (Click here for more: Friendship Whatsapp status)

5) Attitude Whatsapp status in Gujarati: 

Best Whatsapp Status in Gujarati
“Best Attitude Whatsapp Status in Gujarati”

મને મુશળધાર જ ગમે છે ભલે ને એ પછી
વરસાદ હોય કે પ્રેમ હોય કે વેદના.

પ્રેમ થી આપુ છુ હૈયું,
ગમે તો રાખ નહિતર રમી ને પાછુ આપ.

લડી લેવું…જ્યાં સુધી હ્રદયમાં થોડી ઘણી ‘હોપ’ હોય,
છો ને પછી…સામે ગમે તેવી મોટી ‘તોપ’ હોય.

6) Romantic Whatsapp status in Gujarati 

Best Whatsapp Status in Gujarati
“Best Romantic Whatsapp Status in Gujarati”

“એના પગની ઝાંઝરીને ચૂમવાઆજ તો વરસાદ પણ ત્રાંસો પડ્યો”

આજે તડકો સુગંધિત થઇ ગયો,
નકકી તારી ઓઢણી કયાંક સુકાઈ રહી છે.

મને તો ચાહનારી આખી દુનિયા નજર સામે પડી છે મારે તને ચાહવી હતી, ઍટલે ભગવાને તને ઘડી છે

7) Some of the best Gujarati shayari
and suvichar that you can use for your Whatsapp status

Best Gujarati Whatsapp Status 2016
Best Gujarati Whatsapp Status 2016

પાનખર માં વસંત થવું મને ગમે છે,
યાદો ની વર્ષા માં ભીંજાવું મને ગમે છે,
આંખ તો ભીની રેહવાની જીવનમાં,
પણ બીજાને હસાવતા રેહવું મને ગમે છે.

ક્યારેક ખળખળાટ હસી લેવું,
મળે જો ક્યાય એકાંત તો રડી પણ લેવું,
ખુબ ઓછું આપ્યું છે ઈશ્વરે જીવન ,
જેટલું જીવાય એટલું, બસ મોજ થી જીવી લેવું

સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ
જ ઈચ્છે છે

જીતવાની સૌથી વધારે મઝા ત્યારે આવે છે જયારે બધા તમારી હાર ની રાહ જોઇને બેઠા હોય.

આજે ફરી તમને મળવાનું મન થાય છે પાસે બેસીને વાત કરવાનું મન થાય છે એટલો લાજવાબ હતો તમારો આંસુ લુછવાનો અંદાઝકે આજે ફરી આંસુ વહાવાનું મન થાય છે.

મને પારખવો હોય તો ગાઢ અંધકારમાં પારખજે,
દિવસના અજવાળામાં તો કાચના ટુકડા પણ ચમકે.

કોણે કહ્યું કે મૌનને વાચા નથી,
એના જેવા તો શબ્દો પણ સાચા નથી.

સબંધો માં હુંફ રાખજો,
ઠંડી તો હજી વધશે.

સાજા તું કરે છે તોય ઘવાય હું જાઉ છું,
કાજલ તું લગાવે છે અને અંજાય હું જાઉ છું.

New Gujarati Whatsapp Status 2016
New Gujarati Whatsapp Status 2016

કોઈને જૂઓ અને તમારી અંદર રંગોળી પૂરાઈ જાય ત્યારે સમજવું કે આજે દિવાળી છે.

ભીની ભીની ગંધ, લ્યો આવી ચડી !ક્યાંક નક્કી યાદની હેલી ચડી !

શિખામણ માંથી રસ્તા મળતા હશે કદાચ પણ,
દીશાઓ તો ભુલો કરવાથી જ મળે છે.

જિંદગી ની મજા લેતા શીખો,
સમય તો તમારી મજાક કરતો જ રહેશે.

શતરંજ નો એક નિયમ ઉત્તમ છે,
ચાલ ગમે તેવી ચાલો,
પણ પોતાના પ્યાદા ને ન મારી શકો.

 
“સબંધ” અને “સંપતી”, .
મુઠ્ઠી ભરો તો રેતી છે અને જો વાવતા રહો તો ખેતી છે.

[Best Whatsapp Status in Gujarati]

Hi guys!… if you like this article “Whatsapp status in Gujarati”  then
please share with your friends and family If
you have any suggestion about Whatsapp status in Gujarati then please comment
below we would love to hear from you

(Click here for more: Whatsappstatus)

(Updated*) Click Here For Latest Punjabi Whatsapp Status

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *